logo

મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ડર્ષ સંઘવી સહિતના મંત્રીઓના કાર્યાલય ખાલી કરાયા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળી શકે છે. રાજ્યકક્ષાનું હર્ષ સંઘવીનું કાર્યાલય ખાલી કરાતા તેમનું કેબિનેટ મંત્રી બનવાનું નક્કી મનાઈ રહ્યું છે. તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓની ઓફિસ સ્વર્ણીમ સંકુલ-1માં છે, અને હાલનું જે સ્વર્ણીમ સંકુલ 2માં છે તે હર્ષ સંઘવીનું કાર્યાલય ખાલી કરાયું છે. કાર્યાલયમાં રહેલો સામાન શિફ્ટ કરાયો છે. હાલમાં ગૃહ રાજ્યમંત્રી, ઉદ્યોગ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર વિભાગનો હવાલો હર્ષ સંઘવી પાસે છે, પરંતુ હવે હર્ષ સંઘવી રાજ્યકક્ષામાંથી કેબિનેટ મંત્રી બની શકે છે.

28
390 views