
થરાદ થી જોધપુર નવી બસ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં બસ ચાલુ કરાઈ
ગુજરાત રાજ્ય વિધાનસભા અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને થરાદ થી જોધપુર જવા માટે મળેલ બસની માંગણી ને અનુલક્ષીને સાહેબના માર્ગદર્શન હેઠળ. GSRTC પાલનપુર વિભાગીય નિયામક સાહેબ શ્રી કિરીટભાઈ ચૌધરી અને તેમની ટીમ તેમજ થરાદ ડેપો મેનેજર શ્રી ભરતભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા આજે થરાદ - જોધપુર બસને લીલી જંડી આપવાનું આયોજન કરવામાં આવેલ. જેમાં આજ રોજ થરાદ ધારાસભ્ય શ્રી ના કાર્યાલય ઇનચાર્જ શ્રી હેમજીભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, ઉમેદદાન ગઢવી, ઉમજી બા, જૈમિન ભાઈ,હિતેષભાઇ, નરેશભાઈ, મનીષભાઈ, કાશીરામ ભાઈ પુરોહિત, દેવીદાન ગઢવી, પીરાભાઈ, સોનલબેન વગેરે દ્વારા આ બસને લીલી જંડી આપી જાહેર જનતાની સેવા માટે મુકવામાં આવી. જે થરાદ થી બપોરે 2.15 કલાકે ઉપડી રાત્રે 10 વાગ્યે જોધપુર પહોંચશે. તેમજ ત્યાં નાઈટ થશે અને બીજા દિવસે સવારે 6.45 કલાકે જોધપુર થી ઉપડી બપોરે 2 વાગે થરાદ આવશે. જે વાયા માંગરોળ, પીલુડા, સાંચોર, ગાંધવ, રામજીગોળ, ગુડા, નગર, સિણધરી, બાલોત્રા, પાંચપદરા થઇ જોધપુર જશે અને રિટર્ન પણ આજ રૂટ પર પરત આવશે જેના એકતરફી કિલોમીટર 333.46 છે. જેમાં થરાદ થી જોધપુર નુ ભાડુ રું. 389 છે. હાલ પ્રયોગિક ધોરણે આ બસને એક માસ પૂરતી એટલે કે તા. 15/10/2025 થી તા.14/11/2025 સુધી ચલાવવામાં આવશે. જો પોષણક્ષમ આવક મળવા પામશે તો એક માસ બાદ કાયમી ધોરણે આ બસને સંચાલનમાં ચાલુ રાખવામાં આવશે. જેની જાહેર જનતા એ નોંધ લેવી.. આ કાર્યક્રમ માં થરાદ ડેપો સ્ટેન્ડ ઇન્ચાર્જ રાણાભાઇ ધાનક, ક્રેડિટ સોસાયટી ડિરેક્ટર દિનેશભાઇ પટેલ, મનુભાઈ ત્રિવેદી, રાણાભાઇ વેંઝિયા, સોમભાઇ દેસાઈ, આશિષભાઇ, રાજુભાઈ, દિલીપભાઈ, ભાવેશભાઈ, નિલેશભાઈ, ઈશ્વરભાઈ, અશોકભાઈ તેમજ થરાદ ડેપો માન્ય યુનિયન ના હોદેદારો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા...