ધર્મજ ખાતે એનિમલ વેલફેર અંગેનો કાર્યક્રમ યોજાયો
ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ અને દયા ફાઉન્ડેશન કરમસદ
દ્વારા ધર્મજ ખાતે એનિમલ વેલફેર અંગેનો કાર્યક્રમ યોજાયો
જીવદયા ને લગતાં એનિમલ વેલફેરના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સ્વયંસેવકો હાજર રહ્યાં
ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ, ધર્મજ દ્વારા અને દયા ફાઉન્ડેશન કરમસદ દ્વારા ધર્મજ ખાતે એક અલગ જ પ્રકાર નો કાર્યક્રમ ઉજવાયો જેમાં એનિમલ વેલફેર ને લાગતા વિષયો પર ચર્ચા કરવામાં આવી, સાથે સાથે શેરી પર રખડતા રોગી તેમજ ઘાયલ પશુ તેમજ કોઈ અકસ્માતે ઘવાયેલ પક્ષી ઓ માટે નું નાની છાવણી ની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી. અને આ પ્રસંગે ખાસ વાત એ હતી કે આખા ગુજરાત રાજ્ય માં થી લગભગ મોટા ભાગ ના તાલુકા અને રેન્જ કવર કરતી સંસ્થા દયા ફાઉંડેશન ના પ્રમુખ શ્રી નિતેશભાઈ ચૌહાણ કે જેઓ જુદી જુદી પ્રજાતિ ના સાપ, અજગર તેમજ મગર ના રેસક્યૂ માટે છેલા ૧૦ વર્ષ થી જાણીતા છે હજાર રહ્યા હતા અને તેઓ ના લગભગ ૪૫ જેટલા રેસ્ક્યુઅર હાજર રહ્યા હતા, તો વળી ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ કે જે પોતાના એક્સોટિક પેટીંગ ને લઈ ને સરકારી શાળા ના વિદ્યાર્થી ઓ માટે અવનવા સેમિનાર તેમજ તેમના બેગલેસ સેટરડે પ્રોજેક્ટ હેઠળ કાર્યરત છે અને સાથે સાથે ધર્મજ તેમજ આજુબાજુ ના નાના ગામડા ઓ ખાતે છેલ્લા ૫ વર્ષ થી રેપ્ટાઈલ રેસક્યૂ માટે જાણીતા છે અને આ જ ક્ષેત્ર માં ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ.અર્ચના શૈલેષ પટેલ એક એનિમલ એક્ટિવિસ્ટ તરીકે ૧૯૯૬ થી જાણીતા છે, તેમજ એક સફળ થિએટર આર્ટિસ્ટ તેમજ લેખિકા પણ છે તેઓ પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા.
કાર્યકર્મ ની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમ માં માત્ર આ બે સંસ્થા અને તેના કાર્યકરો જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય ના વિસિધ તાલુકા માં થી ફોરેસ્ટર જેમ કે દક્ષેશભાઈ માછી, ફોરેસ્ટર, પેટલાદ
અજયભાઈ મહિડા, બીટગાડૅ પેટલાદ
સુમિતભાઈ ચુનારા, બીટગાડૅ બોરસદ
ચરણભાઈ રબારી, બોરસદ
પ્રકાશભાઈ રાઠોડ, ફોરેસ્ટર આણંદ હાજર રહ્યા હતા અને આ ઉપરાંત તેમજ પેટલાદ રેન્જ માં થી આરએફઓ શ્રી ભારત ભાઈ ડાભી સાહેબ, આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ ૧૯૭૨ અંતર્ગત કઈ પણ રેસ્ક્યુ એક્ટિવિટી થાય તે માટે ની જનરલ ગાઇડલાઇન ઉપર પ્રકાશ પાડયો હતો અને સાથે સાથે દરેક કાર્યકરોના કાર્ય ની સફળ પ્રશંસા કરી તેઓ નો ઉત્સાહ વધાર્યો હતો.
આ ઉપરાંત આ પ્રસંગે ડો પૂજા વિરલ શાહ સુપ્રિટેન્ડેન્ટ ડેન્ટલ સર્જન કમ્યૂનિટી હેલ્થ ઓફિસર ધર્મજ, ડો વિરલ શાહ કમ્યૂનિટી હેલ્થ ઓફિસર સોજીત્રા તેમજ ડો જૈનમ ચૌધરી મેડિકલ કમ્યૂનિટી ઓફિસર ધર્મજ હાજર રહ્યા હતા અને દરેક કાર્યકરો ને સરકાર શ્રી તરફ થી કઈ કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે જેમાં રેબિસ ને આવતા પહેલા જ અટકાવી શકાય અને સર્પ દંશ થાય તો ઇમર્જન્સિ સારવાર પણ દરેક સરકારી દવાખાના ઉપલબ્ધ હોય ની સુવિધા વિશે ની જાણકારીના હતી અને એક એવી સાંત્વના આપી હતી કે ઈલાજ શક્ય છે, અને સરકાર આ બધુવારે રહી છે, જે ખરેખર જાગૃતિ નો વિષય છે.
આ પ્રસંગે આ ઉપરાંત ડો નિરાલી મારવાણિયા કે જેઓ દરેક રેસક્યૂ વખતે તરત દોડી મેં સેવા આપવા હાજર રહે છે તેમણે કોઈ પણ જાનવરો ના બચાવ વખતે તેની સાથે શું તકેદારી રાખવી, તેમજ શું શું ચેલેન્જ આવી શકે છે કોઈ પણ પ્રાણી પક્ષી ને બચાવતી વખતે ની વાત કરી હતી, દરેક બચાવ કાર્યકર્તા એ પોતાની હેલ્થ અને વેક્સિન હંમેશા લેવી જ જોઈએ એવી વાત પર ભાર મૂક્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે ડો નિરાલી વેટેરીનારી ક્લાસ ૨ ઓફિસર છે, ડો મયુર છાત્રોલા કે જેઓ વેન્કી ઇન્ડસ્ટ્રીઝ કે જે પૌલટરી ફાર્મિંગ ની દુનિયા માં આગવું સ્થાન ધરાવે છે માં આસિસ્ટન્ટ મેનેજર તરીકે સેવા આપે છે અને ડો બ્રિજેશ લુંગારિયા કે જેઓ વડોદરા ના કમાટીબાગ ઝૂ ખાતે વેટેરીનરી ઓફિસર તરીકે સેવા આપે છે કે જેઓ એ એક્ઝોટિક પશુ પાનકી ઓ સાથે કોમમુનિકટ કરતી વખતે એમના કયા વર્તન અને બાકી ની હેલ્થ માટે શું ધ્યાન માં રાખવું ની સમજણ આપી હતી.
આ સાથે ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, પેટલાદ તેમજ પેટલાદ તાલુકા ના મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને સૌનો ઉત્સાહ વધાર્યો હતો. અને દરેક વ્યક્તિ સાથે રૂબરૂમાં પણ વિષય અનુસાર વાર્તાલાપ કર્યો હતો
સાથે સાથે નિસોલ સસ્ટેનેબલ ટોબેકો માં થી પણ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેંટ માં થી કર્મચારી મોહકતા રહ્યા હતા અને તેઓ ના ખેતી લાયક ગામડાઓ માં સર્પદંશ ના સેમિનાર માટે ની અગત્યતા રજૂ કરી હતી
આ ઉપરાંત આ કાર્યક્રમ પૂરો ધાય બાદ ફરી એક વાર દરેક કાર્યકર્તા ઓ ને ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડો અર્ચના બહેન પટેલ દ્વારા નીચેના મુદ્દાઓ ને આવરી લેતી ગહન ચર્ચા પણ કરવામાં આવી હતી અને તે શંકરે જરૂરી છે નું પૂરતું મહત્ત્વ સમજાવવામાં આવેલ જે ઉલ્લેખનીય છે.
આ આખા કાર્યક્રમ માં હાજર રહેલ દયા ફાઉંડેશન ના બચાવ કાર્યકર્તાઓ માં આણંદ જિલ્લામાં કાયૅરત દયા ફાઉન્ડેશન ના હાજર સભ્યોમાંથી
યોગેશભાઈ ચોહાણ, કરમસદ
દશૅનકુમાર પરમાર, પેટલાદ
તરૂણકુમાર પરમાર ,પેટલાદ
તુષારભાઈ રાણા,મલાતજ
જીગ્નેશભાઈ વાલેન્દ્ર , મલાતજ
અજયભાઈ પરમાર, આંકલાવ
ધવલભાઈ પટેલ, બોરસદ
સચિનભાઈ પટેલ, બાંધણી
બીપીનભાઈ પટેલ, આંકલાવ
હિતેશ ચોહાણ, વલાસણ
નિલકુમાર પટેલ, ઈસણાવ
રુતવીક રાવડ , પીપળાવ
જતિનકુમાર પરમાર લાંભવેલ
ગોપાલકુમાર રાઠોડ લાંભવેલ
કીરણ રાઠોડ, લાંભવેલ
શુભાષકુમાર પ્રજાપતિ , સયજપુર
મોડાસા માલપુર અરવલ્લી જિલ્લાના હાજર સભ્યો ના નામની યાદી
જનકભાઈ કડીયા, માલપુર
વિપુલભાઈ નાયક, માલપુર
મનોજભાઈ તરાર ,પટેલિયાના મુવાડા
જગદીશભાઈ ભીલ, મોડાસા
રોહિત બધેલ , મોડાસા
હિતેન્દ્રભાઈ વણકર ,મેઠાસણ
કનુભાઈ ભાવસાર, મોડાસા
રોનકકુમાર પ્રજાપતિ,પીપરાણા
પ્રફુલ્લસિંહ ચોહાણ, રાયગઢ, સાબરકાંઠા જિલ્લો. એમ હાજર રહ્યા હતા
તો વળી ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ ના બચાવકામગીરી ના સભ્યો માં અમર ભાઈ મારવાડી, અનંત ભાઈ પટેલ, સુનીલ ભાઈ સોલંકી, વિપુલ ભાઈ પરમાર, સુનિલભાઈ ઠાકોર, નિલેશભાઈ ઠાકોર, ગોપાલ ભાઈ ઠાકોર હાજર હતા અને આખા કાર્યક્રમ નું સંચાલન ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડો અર્ચના બહેન પટેલ એ કર્યું હતું.