logo

પોશીના કોલેજના સ્ટાફે બેંગલોરની ત્રણ ઉત્તમ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી

સાબરકાંઠા જીલ્લા પોશીના તાલુકા ની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પોશીના

પોશીના કોલેજના સ્ટાફે બેંગલોરની ત્રણ ઉત્તમ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પોશીનાના આચાર્યશ્રી ડો. વિપુલ કે. ભાવસાર,IQAC કો- ઓર્ડિનેટર પ્રા. હર્ષ પ્રજાપતિ અને પ્રા. ડો. જયદીપ પુરોહિત તથા પ્રા. જીજ્ઞેશ ગામીતે KCGનાં Learning and Exposure Cum study tour for faculty કાર્યક્રમ અંતર્ગત તા.૦૬/૧૦/૨૦૨૧ થી તા. ૧૦/૧૦/૨૦૨૫નાં સમયગાળા દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન કરતી NAAC સંસ્થા દ્વારા A+ ગ્રેડ પ્રાપ્ત કરેલ બેંગલોરની ત્રણ ઉત્તમ સંસ્થાઓ માઉન્ટ કાર્મેલ ઓટોનોમસ કોલેજ, આચાર્ય ઈન્સ્ટીટ્યુટ ઓફ ગ્રેજ્યુએટ સ્ટડીઝ અને જૈન યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આવનાર સમયમાં પોશીના કોલેજ પણ NAACનાં મૂલ્યાકનમાં જવાની હોવાથી ઊંચો ગ્રેડ મેળવવા માટે બેંગલોરની આ શૈક્ષણિક સંસ્થાઓએ કરેલ પ્રવૃત્તિઓ, Infrastructure, Innovation, Incubation, Reacherch, Examination, Placement, Student Support Activities અને Documentation વગેરે સંદર્ભે વિગતવાર માહિતી મેળવી હતી. આ ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓની આગવી વિશેષતાઓ ધરાવે છે. જેમા માઉન્ટ કાર્મેલ ઓટોનોમસ કોલેજમા પરીક્ષાનો અલગ વિભાગ અને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ, આચાર્ય ઈન્સ્ટીટ્યુટ ઓફ ગ્રેજ્યુએટ સ્ટડીઝમા Outcomes Based Education, Infrastructure Digital library, જૈન યુનિવર્સિટી Reacherch, Entreprenurship, Placement Cell આ ત્રણે સંસ્થાઓની આગવી ઓળખ છે. ગુજરાતના પ્રતિનિધી તરીકે પોશીના કોલેજ દ્વારા જૈન યુનિવર્સિટી બેંગલોર સાથે શિક્ષણના વિવિધ પાસાને લગતુ MOU કરવામા આવ્યુ હતું. આ ઉપરાંત આ ત્રણ સંસ્થાઓની સારી બાબતોને કોલેજમાં અપનાવીને પોશીના કોલેજની સુવિધાઓ અને અધ્યયન અને અધ્યાપનમાં સુધારા અને ટેકનોલોજીનો વિનિયોગ કરીને શિક્ષણને પ્રભાવક બનાવવાની સાધન સામગ્રી અને પ્રયુક્તિઓ વિશે પણ જાણકારી મેળવી હતી.

અહેવાલ _ દિનેશ ગમાર, પોશીના, સાબરકાંઠા

325
14983 views