તલોદ તાલુકાના ના વાવ ગામે શ્રી ભાથીજી મહારાજ અને શ્રી ખોડિયાર માતાજી ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
તલોદ તાલુકાના વાવ ગામે શ્રી ભાથીજી મહારાજ અને શ્રી ખોડિયાર માતાજી ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ધામધૂમ થી ભાથીજી યુવક મંડળ બોરિયા વાસ તેમજ ગ્રામજનો દ્વારા તા. 11.10.2025થી 13.10.2025 એમ ત્રણ દિવસ સુધી માં હોમ હવન તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી અને સોમવારે શ્રી ભાથીજી મહારાજ અને ખોડિયાર માતાજી ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી અને સોમવારે મહોત્સવ ની પૂર્ણાહૂતિ કરવામાં આવી જેમાં ધર્મપ્રેમી જનતા એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી