થરાદમાં પીએમના કાર્યક્રમનું જીવંત પ્રસારણ — ખેડૂતો માટે નવી યોજનાઓનો પ્રારંભ
થરાદ..
થરાદ શહેરના વિનર સિટી ખાતે આજે પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિષદમાંથી ખેડૂતો માટે રૂ. ૪૨,૦૦૦ કરોડથી વધુની વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના, કઠોળ આત્મનિર્ભરતા મિશન, કૃષિ માનવસંસાધન ભંડોળ, મછલી અને પશુપાલન તેમજ ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રના ૨૧૦૦થી વધુ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમનો જીવંત પ્રસારણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, થરાદ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં અનેક ખેડૂતો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી.
📸 અહેવાલ : મોહન સુથાર