
દાંતા તાલુકાના માંકડી CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) પર નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો
તા:11/10/2025 ના રોજ JANPATH TRUST તથા AID, આરોગ્ય & પરિવાર કલ્યાણ વિભાગ તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર & નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર ના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના, દાંતા તાલુકાના માંકડી CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) પર નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો ,જેમા અતિથિ મહેમાન તરીકે મગવાસ PHC ડૉ.જીગરભાઈ (MO), તથા જનપથ સંસ્થાના મુખ્ય શ્રી હરિનેશભાઈ પંડ્યા,તેમજ સાધનાબેન પંડ્યા , નૂતન જનરલ હોસ્પિટલ ટીમ , જિલ્લામાંથી AIDS Control Society માંથી વસંતભાઈ અને તેમની ટીમ, ગોરાડ આંગણવાડી સુપરવાઈઝર વિમળાબેન હાજર રહ્યા હતા. તે સિવાય સામાજિક કાર્યકર મણીલાલ,બાબુભાઈ, બકાભાઇ, અન્નપૂર્ણાબેન તેમજ માંકડી સરપંચ ભોજાભાઈ હાજર હતા.તે સિવાય માંકડી CHC MO(ડૉ.મોહિત પટેલ તથા ડૉ.વંદના પ્રજાપતિ) અને તેમના પૂરા સ્ટાફ નો પણ ખૂબ સારો સહકાર મળ્યો.આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં દાંતા તાલુકાના 93 ગામોના 631 દર્દીઓએ સારવાર લીધી હતી. તથા આરોગ્ય કેમ્પ નો લાભ લેનાર તમામ દર્દીઓને 1 માસની દવા સાથે 6 કેળા આપવામાં આવ્યા, આ સિવાય જે વ્યક્તિને આગળ વધુ સારવારની જરૂર જણાઈ તેવા કુલ 127 દર્દીઓને આગામી સારવાર માટે આગામી દિવસોમાં તેઓને નૂતન જનરલ હોસ્પિટલ , વિસનગર માં વિના મુલ્યે સારવાર માટે લઇ જવાશે. આજે આરોગ્ય કેમ્પમાં કુલ 28 વ્યક્તિના આયુષ્માનકાર્ડ કાઢી આપવામાં આવ્યા.આજના આરોગ્ય કેમ્પની ખુબજ સારી સફળતા મળી.