
દાંતીવાડા તાલુકાના જોરાપુરા (ભાડલી) થી દરબારગઢ પ્રાથમિક શાળા સુધી ડામર રોડ નું ધાનેરા વિધાનસભા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ ખાતમુર્હુત કર્યું...
આજ રોજ દાંતીવાડા તાલુકાના જોરાપુરા ગામ થી ભાડલી કોઠા દરબારગઢ પ્રાથમિક શાળા સુધી અંદાજીત રકમ એક કરોડ સાઈઠ લાખ ના ખર્ચે ડામર રોડ બનવા માટે ધાનેરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ દાંતીવાડા તાલુકાના ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, ભાજપ ના આગેવાનો હરજીવનભાઈ પટેલ , સાથે ભાજપ ના અન્ય આગેવાનો , મહામંત્રી મનીસિંગ વાઘેલા, ભાડલી કોઠા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી કલ્યાણભાઈ દેસાઈ તેમજ ગ્રામજનો માતાઓ બહેનો સાથે મળી ને રોડ નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા ભાજપ ની સરકાર માં વિકાસ ના વધુ કામ થઈ રહ્યા છે ને વિકાસ ના કામો ને વધુ વેગ મળશે એવી ખાતરી આપી હતી
ગ્રામજનો દ્વારા દાંતીવાડા ડેમ નુ પાણી કાચી કેનાલ દ્વારા સીપુડેમ માં નાખી ને સીપુ ડેમ પાણી થી ભરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી
માવજીભાઈ દેસાઈ દ્વારા એ પણ કામ ઝડપ થી થઈ રહ્યું છે ને ટૂંક જ સમયમાં સારા સમાચાર મળશે એવી ગ્રામજનો ને ખાતરી આપી હતી...
ભાનુ શ્રીમાળી
બનાસકાંઠા જિલ્લા
દાંતીવાડા