રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં પોલીસે ડુપ્લિકેટ કોલગેટ બનાવતી કંપનીનો પર્દાફાશ
રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં પોલીસે ડુપ્લિકેટ કોલગેટ બનાવતી કંપનીનો પર્દાફાશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગામના એક મકાનમાં ગેરકાયદે રીતે કોલગેટ જેવી પેસ્ટ બનાવી બજારમાં વેચાતી હતી.પોલીસે સ્થળ પરથી મોટી સંખ્યામાં નકલી ટ્યુબ, પેકિંગ મશીન અને કાચો માલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી એક શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો છે અને અન્ય સંકળાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.આ મામલે રાપર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.