logo

🪔✨ દિવાળીની ખુશીઓ ઓરફનેજ સુધી — ઈફ્કો ટોકિયો જનરલ ઈન્સ્યોરન્સ કું. લિ., નવસારી ઓફિસ દ્વારા માનવતાનો ઉલ્લાસભર્યો ઉપક્રમ ✨🪔

ઈફ્કો ટોકિયો જનરલ ઈન્સ્યોરન્સ કું. લિ., નવસારી ઓફિસ દ્વારા આશરે છેલ્લા ૧૦ વર્ષથી ચાલતી પરંપરા મુજબ તા. ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ "બાઈ દોશી બાઈ કોટવાલ પારસી ઓરફનેજ" ખાતે રહેલા બાળકો સાથે દિવાળીનો આનંદ ઉજવવામાં આવ્યો. 🎉
આ અવસરે બાળકોને ફટાકડા ફોડાવી આનંદ આપવામાં આવ્યો, સ્વાદિષ્ટ મીઠાઈ અને અલ્પાહાર કરાવવામાં આવ્યા, તથા દરેક બાળકને દિવાળીના ગિફ્ટ આપીને ખુશીના રંગ ભરી દેવાયા. 🎁✨
બાળકોના ચહેરા પર ઝળહળતી ખુશી જોઈ દરેકના દિલમાં આનંદ છવાઈ ગયો. 😊

કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે –

“આ પરંપરા માત્ર ઉજવણી નથી, પણ સમાજ પ્રત્યેની આપણી લાગણી, સંવેદના અને માનવતાનું પ્રતિબિંબ છે.” ❤️
સ્ટાફના સભ્યો દ્વારા બાળકો સાથે દીવડીઓ પ્રગટાવી, પ્રેમ અને આનંદનો સંદેશ આપ્યો.

🌟 ઈફ્કો ટોકિયો પરિવારની આ માનવતાભરેલી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છાઓ સાથે

– સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! 🌟

16
2514 views