logo

ખેડબ્રહ્મા-પોશીના તાલુકામાં નલ સે જલ યોજનાનું પાણી ટાંકી સુધી પહોંચ્યું નથી

> પોશીના

ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં નલ સે જલ યોજનામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયાની રાવ ઉઠી છે. વર્ષોથી બનાવવામાં આવેલા સંપોમાં પાણી ભરવામાં આવ્યા ન હોવાના આક્ષેપ સાથે સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસની માંગ ઉઠી છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ નલ સે જલ યોજના બનાવી ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તાલુકાઓમાં ગામડે ગામડે, પરે થરે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટેન્ડરો પ્રસિદ્ધ કરીને કોન્ટ્રાક્ટરોને કરોડો

રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી. જોકે, મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલા પીવાના પાણીના ટાંકા અને સંપોમાં પાણીનું એકપલ ટીપુ ભરાયું નથી અને શોભાના ગાંઠિયાની જેમ આ પાણીના ટાંકા અને સંપ ખાલીખમ પડ્યા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ અંદરો અંદર મલાઈ તારવીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની રાવ ઉઠી છે. ત્યારે જો રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો પાલી પુરવઠા વિભાગની યોજનાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે.

45
2783 views