logo

સાહિત્ય, સંયમ અને સંસ્કારનો સંગમ : અણુવ્રત લેખક સંમેલન

અણુવ્રત અનુશાસ્તા આચાર્ય શ્રી મહાશ્રમણજીના પાવન સાન્નિધ્ય અને પ્રેરણાથી આયોજિત અણુવ્રત લેખક સંમેલન સાહિત્ય, સંયમ અને સંસ્કારનો અનન્ય સંગમ બની રહી. દેશભરના પ્રતિષ્ઠિત સાહિત્યકારો, ચિંતકો, વિદ્વાનો અને અણુવ્રત પ્રેરકોની ઉપસ્થિતિએ આ આયોજનને ઐતિહાસિક બનાવી દીધું.

પ્રેક્ષા વિશ્વ ભારતી, અમદાવાદના પરિસરમાં યોજાયેલી આ ત્રણ દિવસીય સંમેલન માં સાહિત્ય ના વિવિધ આયામો પર સારગ્રાહી વિચારવિમર્શ યોજાયો. ઉદ્ઘાટન સત્રમાં વક્તાઓએ જણાવ્યું કે આજના સમયગાળામાં અણુવ્રત તત્વજ્ઞાન સમાજને નૈતિક પુનર્જાગરણની દિશા આપી શકે છે અને લેખકવર્ગ તેની પ્રેરણાદાયી ધરી બની શકે છે.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ રહ્યો અણુવ્રત લેખક પુરસ્કાર – 2025નો વિતરણ સમારંભ, જેમાં ગુજરાતી - હિન્દી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર પદ્મશ્રી શ્રી રઘુવીર ચૌધરીને સન્માનિત કરવામાં આવ્યા. સંમેલન દરમિયાન “સંતવાણી અને કવિ સ્વર” કાવ્યગોષ્ઠી તથા “પરિવાર અને પ્રકૃતિ સાથે ચાલે, સાથે ખીલે”, “નૈતિકતા અને લેખન” અને “અણુવ્રત અને સમકાલીન સર્જન” જેવા વિષયો પર મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ.

અણુવ્રત લેખક મંચના સંયોજક જિનેન્દ્ર કોઠારીએ જણાવ્યું કે આ પરિષદનો હેતુ સાહિત્ય મારફતે અણુવ્રતના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો છે. પરિષદને આચાર્ય શ્રી મહાશ્રમણજી, સાધ્વી પ્રધાના વિશ્રુત વિભાજી, સાધ્વી વર્ણ્યા સંબદ્ધ યશાજી, મુનિ શ્રી ડૉ. મદનકુમારજી, મુનિ શ્રી કુમાર શ્રમણજી અને અણુવ્રતના આધ્યાત્મિક પર્યવક્ષક મુનિ શ્રી મનનકુમારજીનું પાવન પાથેય પ્રાપ્ત થયું.

પરિષદમાં પદ્મશ્રી ડૉ. રઘુવીર ચૌધરી, પદ્મશ્રી ડૉ. કુમારપાલભાઈ દેસાઈ, અમિત લોઢા (IPS), સંવેગલાલભાઈ, ડૉ. પી.કે. લહેરી (ભૂતપૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત), ડૉ. આનંદપ્રકાશ, ડૉ. કલ્પના ગાવલી, ડૉ. ઇંદુમતી કઠઘરે, બિશપ રવિ સ્ટીફન, સ્વપ્નિલ આચાર્ય સહિત અનેક વિદ્વાનો ઉપસ્થિત રહ્યા. ભારતના ૧૦ પ્રાંતો અને ૩૧ શહેરોમાંથી પધારેલા સાહિત્યકારોએ વિવિધ વિષયો પર સંવાદ અને પરિચર્ચા કરી.

સાંસ્કૃતિક સત્રમાં કવિસંમેલન અને સાહિત્યગોષ્ઠીનું આયોજન થયું, જેમાં વિવિધ રાજ્યોના કવિઓએ સંયમ, માનવતા અને નૈતિકતા પર આધારિત કાવ્યો રજૂ કર્યા.

અંતિમ સત્રમાં હાજર તમામ પ્રતિભાગીઓએ સર્વસંમતિથી ઠરાવ પસાર કરી સંકલ્પ લીધો કે તેઓ પોતાના સર્જન દ્વારા અણુવ્રતના આદર્શોને સમાજમાં જીવંત રાખશે.

8
1216 views