ભૂંડના બચ્ચાનો રેસ્ક્યુ — મહેસાણા એનિમલ હેલ્પલાઇનની તાત્કાલિક કામગીરી
આજરોજ મહેસાણા એનિમલ હેલ્પલાઇનના કિરણ રાવતને ફોન દ્વારા જાણ મળી કે એક ભૂંડનું બચ્ચું કૂતરાઓ દ્વારા પકડીને હેરાન કરવામાં આવ્યું છે અને તે ઈજાગ્રસ્ત થયું છે.
ઘટનાની જાણ થતાં જ કિરણ રાવતે નજીકના મિત્રો સાથે તપાસ શરૂ કરી અને ટીમની જરૂરિયાત જણાતા દીપક બારોટ તથા વિરેન્દ્રસિંહ રાણા ઘટનાસ્થળે પહોંચી ગયા.
સ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે ભૂંડ મોટું છે અને તે આશરે 6 થી 8 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું છે, જેના કારણે રેસ્ક્યુ કરવું અત્યંત મુશ્કેલ હતું. આ પરિસ્થિતિમાં કિરણ રાવતે સમય સૂચકતા વાપરી મહેસાણા ફાયર ટીમનો સંપર્ક કર્યો. ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને સતત 1 થી 2 કલાકની મહેનત બાદ ભૂંડને સલામત રીતે બહાર કાઢ્યું.
પરંતુ દુર્ભાગ્યવશ, થોડી વારમાં કૂતરાઓ દ્વારા તે ભૂંડને ફરી ઇજા પહોંચાડવામાં આવી. ટીમે ફરી હિંમત સાથે 3 કલાક સુધી સતત પ્રયત્નો કર્યા અને આખરે ભૂંડને એક વાડામાં સુરક્ષિત સ્થળે રાખીને રાહતનો શ્વાસ લીધો.
મહેસાણા એનિમલ હેલ્પલાઇનની ટીમ અને ફાયર વિભાગની સંયુક્ત મહેનતથી એક નિર્દોષ જીવનું રક્ષણ શક્ય બન્યું.