logo

શીર્ષક: વાંઝ–સચીન રોડ સમારકામ વગરનો રસ્તો બન્યો જનતાની કસોટી, પાલિકાની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વિગત: સુરત મહાનગરપાલિકાએ વાંઝ–સચીન રોડ પર ગટરલાઇન

શીર્ષક:
વાંઝ–સચીન રોડ સમારકામ વગરનો રસ્તો બન્યો જનતાની કસોટી, પાલિકાની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ
વિગત:
સુરત મહાનગરપાલિકાએ વાંઝ–સચીન રોડ પર ગટરલાઇન બિછાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ લાઇન નાખ્યા પછી રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે આજુબાજુના વિસ્તારોમાં રહેતા અને દરરોજ આ રસ્તે મુસાફરી કરતા નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી સિઝન પૂરી થયા બાદ પણ રસ્તા પર નાના–મોટા ખાડાઓ ભરાયેલા છે, જ્યાંથી વાહન ચાલકોને પસાર થવું જાણે કોઈ જોખમભરી સાહસિક સફર જેવી અનુભૂતિ આપે છે.
સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે ચાર મહિના વીતી ગયા છતાં પાલિકા સૂતી છે, જ્યારે વાહનચાલકોની ગાડી અને લોકોની કમર બંને તૂટી રહી છે. નાના બાળકો અને વૃદ્ધોને તો સ્કૂલ કે હોસ્પિટલ જવા પણ મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનો અને વિસ્તારના યુવાનો હવે એકજૂટ થઈને આ મુદ્દે ચિંતન કરી રહ્યા છે અને જો તાત્કાલિક સમારકામ શરૂ નહીં થાય તો સુરત મહાનગરપાલિકાની કચેરી આગળ જોરદાર ગેરો ધાલવામાં આવશે.
લોકોનો આક્ષેપ છે કે પાલિકા ટેક્ષ વસૂલવામાં સૌથી આગળ છે, પરંતુ જ્યારે સામાન્ય સુવિધા આપવાની વાત આવે છે ત્યારે બધું મૌન છવાય જાય છે. “અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી, આંદોલન હવે એકમાત્ર રસ્તો છે,” એવો સ્પષ્ટ સંદેશ લોકો આપી રહ્યા છે.

6
164 views