logo

વાંઝ ગામે NH53 પર કાયમી ટ્રાફિક સમસ્યા...

વાંઝ ગામે આવેલ NH-53 પર પુલની નીચે દરરોજ ટ્રાફિકનો કંટાળો સર્જાય છે. ભારે વાહનો અને લોકલ વાહનચાલકોની ભીડને કારણે દરરોજ કલાકો સુધી જમ થઈ રહે છે, પણ જવાબદાર તંત્રને જાણે તેની કોઈ ચિંતા નથી. ટોલટેક્સ કંપની તેમજ હાઇવે ઓથોરિટીને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક પગલા લેવાયા નથી.
આ સતત બેદરકારી સામે હવે ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આમ જનતા અને ગ્રામજનો મળી “હાઇવે રોકો” આંદોલનના માર્ગે ઉતરવાની ચેતવણી આપી છે. ગ્રામજનોની માંગ છે કે ટ્રાફિક નિયંત્રણ માટે તાત્કાલિક વ્યવસ્થા કરાય, નહીંતર તેઓ તીવ્ર આંદોલન માટે મજબૂર બનશે.

85
198 views