અમદાવાદ જિલ્લા ના કેરાલા જી આઈ ડી સી માં એલ બી ટેક્સ કંપનીમાં આગ લાગી
આજ રોજ અમદાવાદ જિલ્લા ના કેરાળા જી આઈ ડી સી માં એલ બી ટેક્સ કંપની જે દોરા ની કંપની આવેલી છે તેમાં 9 વાગ્યાની આજુ બાજુ આગ લાગી હતી જેમાં વિકરાળ આગ પકડી હતી જે 5 કિલોમીટર દૂર થી પણ તેના દૃશ્યો દેખાયા હતા જેમાં મળતી માહિતી મુજબ કોઈ માણસ ને સદનશીબે જાન હાની ટળી હતી અને આજુ બાજુ ના બાવળા ધોળકા અને અમદાવાદ ની ફાયરબ્રિગેડ ની ગાડીઓ આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો