logo

નવરાત્રીમાં અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી, કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર થશે કાર્યવાહી

અમદાવાદમાં આવનારા નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે સુરક્ષા માટે કડક તૈયારી શરૂ કરી દીધી છે. નવરાત્રી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે ગરબા મહોત્સવ યોજાવાના હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આવા સમયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનિચ્છનીય બનાવો અટકાવવા માટે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

પોલીસના જણાવ્યા મુજબ ગરબા સ્થળોના બહાર અને પાર્કિંગ વિસ્તારોમાં કાળા કાચવાળી ગાડીઓની ખાસ ચકાસણી થશે. કાયદા મુજબ કાળા કાચનો ઉપયોગ પ્રતિબંધિત છે, છતાં અનેક લોકો તેનો ઉપયોગ કરતા જોવા મળે છે. ગરબા જોવા આવતા લોકો જો કાળા કાચવાળી ગાડી લઈને આવશે તો પોલીસ તેમની ગાડી ચેક કરીને લોક મારીને કાર્યવાહી કરશે.

હાઈકોર્ટના આદેશ બાદ કાળા કાચવાળી ગાડીઓ, નંબર પ્લેટ વિના વાહનો અને અન્ય ગેરકાયદેસર ફેરફારો ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. પોલીસે સ્પેશિયલ ટીમો બનાવી છે જે ગરબા સ્થળોએ સતત પેટ્રોલિંગ કરશે.

આ ડ્રાઈવ નવરાત્રીના દસેય દિવસ ચાલશે અને લોકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબનો આનંદ માણી શકે તે માટે પોલીસ સતત સતર્ક રહેશે.

3
433 views