logo

Shweta Patel Inform... +91 7600526204 સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન : સાબરકાંઠા જિલ્લો *** વિરાવાડા ખાતે સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન

*સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન : સાબરકાંઠા જિલ્લો*
***
*વિરાવાડા ખાતે સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો*
***
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં આયુષ્ય આરોગ્ય મંદિર વિરાવાડા ખાતે સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં 155 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં 40 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં સ્ક્રિનિંગમાં ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની તપાસ કરવામાં આવી હતી. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ગર્ભાશયના કેન્સર માટેનો વી.આઈ.એ. ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ 263 જેટલાક લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. રાજેશ પટેલ દ્વારા આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામો જેવા કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના , પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની માહિતી આપી હતી. તેમજ ઉપસ્થિત સૌ નાગરિકો આયુષ્ય આરોગ્ય મંદિર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ડીસ્ટ્રીક હોસ્પિટલ લેવલે આરોગ્યની વિવિધ સેવાઓ મેળવે તેવો અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં કિશોરીઓને TTT અંતર્ગત હિમોગ્લોબીન ટેસ્ટ હિમોગ્લોબીન ટેસ્ટ કરીને તેમાંથી મળેલ એનેમિક કિશોરીઓને સ્થળ ઉપર ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સાથે જ હિમોગ્લોબીન વધારવા માટે પોષણયુક્ત આહાર માટે સલાહ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં ગામના સરપંચ શ્રીમતી કલ્પનાબેન પટેલ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલ, મેડિકલ સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
***

3
415 views