રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ પ્રાથમિક શાળા કોબામાં વાંસ દિવસની ઉજવણી કરવામાં આવી.
પ્રાથમિક શાળા કોબામાં વાંસ દિવસની ઉજવણી કરવામાં આવી.
પ્રાથમિક શાળા કોબામાં વાંસ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને વાંસના પર્યાવરણીય મહત્વ વિશે સમજાવીને વાંસ કેવી રીતે જમીન ધોવાણ રોકે છે, હવા શુદ્ધ કરે છે અને ગ્રામ્ય આજીવિકામાં સહાયરૂપ બને છે તેની માહિતી આપવામાં આવી. બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે તે હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ વાંસનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી અને શાળા તથા ગામના પરિસરમાં વધુ વાંસ વાવવાની સંકલ્પબદ્ધતા દર્શાવી. શિક્ષકો અને બાળકોના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.