
માધાપર ખાતે નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા આયોજિત પ્રિ- નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
માધાપર ખાતે નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા પ્રિ- નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ રાસ ગરબા હરીફાઈ માં 20 ગ્રુપ અને એક જનરલ રાઉન્ડ મા ૪૦૦ થી વધારે બહેનો એ ભાગ લીધો નારી શક્તિ મહિલા મંડળના સ્થાપક તુષારીબેન વેકરીયાએ સૌ મહેમાનોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ૧-૨ નંબર ના કુલ ૪૦ ઇનામ ના દાતા તરીકે નીતાબેન વિનોદભાઈ સોલંકી પરિવાર રહ્યા છે તેમજ. તમામ ૧૮૫ પ્રોત્સાહન ઇનામો નારી શક્તિ મહિલા મંડળ તેમજ નીતાબેન સોલંકી પરિવાર ના સૌજન્ય દ્વારા આપવામાં આવ્યા હતા
અતિથિ વિશેષ તરીકે જીલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તથા
રીતુબેન સોલંકી, ઇન્દિરાબેન સોલંકી ,વિધાબેનગઢવી તેમજ દરેક જ્ઞાતિના મહિલા મંડળ ના પ્રમુખો વષાૅબેન જોબનપુત્રા, તારામતીબેન પોપટ,ગીતાબેન ગોસ્વામી, કાશ્મીરા બેન ઉમરાણીયા, લીનાબેન ઠક્કર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉષાબેન મચ્છર દ્વારા કરવામાં આવ્યું નિર્ણાયક તરીકે
દર્શિતા બેન કનાડા તેમજ ભૂમિબેન સેવા આપી હતી
નારી શક્તિ મહિલા મંડળ દ્વારા વર્ષ દરમિયાન 10 થી 12 કાર્યક્રમો થાય છે જેમાં જીવદયા, બાળકો માટે સમર કેમ્પ , આનંદ મેળો. ધાર્મિક આયોજનો તેમજ મહિલા ને આગળ લાવવા કાંઈક ને કાંઈક નવી પ્રવૃત્તિઓ કરતું રહે છે આં મંડળ માં દરેક અલગ અલગ જ્ઞાતિ ના ૨૫૦ થી વધારે બહેનો જોડાયેલ છે વર્ષાબેન ઉમારણીયા મુકતાબેન કનાપરા
, જાગૃતીબેન જોશી, પ્રીતિ પિત્રોડા, મિનાક્ષી ઠક્કર, પ્રતીમા બેન આથા, અરુણાબેન જોશી, કાજલબેન જોશી, જયશ્રીબેન પટેલ દયાબેન કાપડિયા, મનિષાબેન પરમાર, નિરાલીબેન પરમાર, નિશાબેન ભાટીયા, પાયલબેન ઓઝા, નિશાબેન ગોસ્વામી, ભારતીબેન પટેલ મેથલીબેન વ્યાસ, વ્યવસ્થા સંભાળી હતી. સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં નારી શક્તિ સ્વરૂપે સાક્ષાત જગદંબા જાણે ચોકમાં ઉતરી હોય તેવું અલૌકિક દ્રશ્ય રચ્યું હતું દરેક બહેનોએ ઉત્સાહ અને ઉમંગથી નવરાત્રી કાર્યક્રમને માણ્યો હતો સૌ બહેનો ગરબા ના તાલે જૂની ઉઠ્યા હતા નારી શક્તિ મહિલા મંડળ દ્વારા દર વર્ષે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી નવરાત્રિનો કાર્યક્રમ યોજવામાં આવે છે નારી શક્તિ મહિલા મંડળ એક પરિવારની જેમ દરેક સભ્યોની સાથે નાતો ધરાવે છે