logo

પાલનપુર આરટીઓ સર્કલનો પુલ જોખમમાં અને બનાવેલ પુલ અંગે તાત્કાલિક કાર્યવાહી જરૂરી

પાલનપુર આરટીઓ સર્કલ પાસે બનાવાયેલા પુલમાં ફરી ગાબડું પડ્યું છે. અગાઉ આ પુલ પરથી જાનહાનિ થયેલી ઘટના બની ચૂકી છે. તેથી, વધુ કોઈ જાનહાનિ થાય તે પહેલાં તાત્કાલિક પુલને ટ્રાફિક માટે બંધ કરી જરૂરી રીપેરીંગ કાર્ય કરવું આવશ્યક છે.

નાગરિકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારના કારણે પુલની ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવ્યું છે. આવા બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

93
3686 views
  
1 shares