logo

⚡️ બ્રેકિંગ ન્યૂઝ ⚡️ વડાલી : સાવરીયા દાળપાટી પાછળના રોડ પર જોખમ!

📰 જોખમી રોડ પર અકસ્માતનો ભય

સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં સાવરીયા દાળપાટી પાછળનો રોડ, કોઠી કંપા મેન રોડ સ્વયમ સોસાયટી આગળ હાલ ખુબજ જોખમી બની ગયો છે.

આ રોડ પર ત્રણ–ચાર જગ્યાએ લોખંડના સળિયા બહાર નીકળી ગયેલા હોવાથી વાહનચાલકો અને પદયાત્રીઓને અકસ્માતનો ભય ઉભો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે પરિસ્થિતિ વધુ જોખમી બની જાય છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ રોડ પર અનેક વાહનોના ટાયર ફાટી ગયા છે અને બાળકો–મહિલાઓ સહિત રોજિંદા મુસાફરોને ભારે જોખમનો સામનો કરવો પડે છે.

પ્રજાજનોની માંગ છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક આ રોડની મરામત કરી સળિયા દૂર કરે જેથી અકસ્માતો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.

👉 આ મામલે જો તંત્ર તાત્કાલિક પગલા ન ભરે તો સ્થાનિકોમાંથી ભારે આક્રોશ ફાટી નીકળવાની શક્યતા છે.

15
930 views