Santalpur : સાંતલપુર તાલુકામાં કોંગ્રેસનું જન અધિકાર અભિયાન
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાંતલપુર તાલુકામાં “જન અધિકાર” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા તથા જિલ્લા સ્તરના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અભિયાન દરમિયાન સ્થાનિક જનતાની સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને ખેડૂતોને ભોગવવી પડતી મુશ્કેલીઓ, પાણી–વીજળીના પ્રશ્નો, ગટર–માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ અને યુવાનોને રોજગારી જેવા મુદ્દાઓ પર આગેવાનો એ સરકાર સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ હંમેશાં સામાન્ય લોકોના હિત માટે લડત આપતી આવી છે.
આજે પણ ખેડૂતો અને ગરીબ વર્ગના હક માટે અમારી લડત યથાવત રહેશે.”
અભિયાનમાં હાજર કાર્યકરોએ તાલુકા સ્તરે જનહિતના મુદ્દાઓને લઈને સંઘર્ષ કરવાનો સંકલ્પ કર્યો હતો.