શિક્ષક દિન ની ઉજવણી
આજે શ્રી વી.એન. (મલ્ટીપર્પઝ ) હાઈસ્કૂલ, ધર્મજ ખાતે આચાર્યશ્રી ડો. વિજયભાઈ ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી.શિક્ષક બનવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓ પાસેથી લેખિત અરજી મંગાવીને અને ત્યાર બાદ એક એન્ટ્રન્સ ટેસ્ટ ના આધારે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેની સમગ્ર જવાબદારી આનંદભાઈ કારીયા સરે નિભાવી હતી.આચાર્ય તરીકે ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની જીનલબેન વિજયસિંહ પરમારે સેવા બજાવી હતી. આ પ્રસંગે શાળાના ૩૩ શિક્ષકો તથા ૩ સેવક મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ઉજવણી દરમિયાન ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં –પ્રથમ નંબર : મલેક મહમદ રેહાન મજીદભાઈ - ધો 12 સાયન્સ દ્વિતીય નંબર : સરગરા ધરતીબેન ગોપાલભાઈ - ધો 12 કોમર્સતૃતીય નંબર : ઠાકોર પાર્થ કમલેશભાઈ - ધો 10 આ ત્રણેય શિક્ષકોને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે એન્ટ્રન્સ ટેસ્ટ માં પ્રથમ ક્રમે આવનાર ધોરણ 12 આર્ટસની વિદ્યાર્થીની પ્રિયાબેન નગીનભાઈ રાવળ ને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યા હતાસાથે એક નવીનતમ સેલ્ફી પોઈન્ટ પણ મુકવામાં આવ્યો હતો જેને તૈયાર કરવામાં આચાર્યશ્રી તેમજ આનંદભાઈ કારીયા સર દ્વારા વિદ્યાર્થીઓની મદદથી ખુબજ જહેમત ઉઠાવી હતીઆ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિકુંજભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અને આનંદભાઈ કારીયા દ્વારા સમગ્ર સ્ટાફના સહકારથી કરવામાં આવ્યું હતુંશિક્ષક દિનની આ ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફની હાજરીમાં યાદગાર બની રહી હતી.