logo

માતાનામઢ મુસ્લિમ યુવા કમિટી ધ્વરા ઈદે મિલાદે નબી ઉજવણી 5/09/2025

🕌 ઈદે મિલાદુન્નબી ઉજવણી – માતાનામઢ 🕌

માતાનામઢ ગામે આજે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ના જન્મ દિવસ ઈદે મિલાદુન્નબી ની યાદમાં તમામ મુસ્લિમ ભાઈઓ દ્વારા જશ્ને મિલાદે રસૂલનો જોરદાર કાર્યક્રમ યોજાયો હતો.

સવારના 8:30 વાગ્યે કુંભારવાસથી યુનુસ નીકળ્યો, જે બજાર ચોક – ઈમામવાળી મસ્જિદ – નોતિયારવાસ માર્ગે પસાર થઈ અંતે જામા મસ્જિદ પર પૂર્ણ થયો. મુસ્લિમ ભાઈઓએ નાના-મોટા સૌ સાથે નાતે શરીફ, કલિમા શરીફ તથા નારા-એ-તકરીર સાથે ઉત્સાહભેર હાજરી આપી.
“આ ગયે… આ ગયે… હમારે હુજુર આ ગયે” ના નારા સાથે માહોલ ગુંજી ઉઠ્યો.

માતાનામઢ સુન્ની મુસ્લિમ યુવા કમિટી દ્વારા તહેવારી મહેફિલમાં દૂધ તથા કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું, જેને કારણે આ દિવસ યાદગાર બન્યો.

બપોરે 11:30 વાગ્યે જામા મસ્જિદ ખાતે તકરીર કાર્યક્રમ યોજાયો, જેમાં મૌલાના સાહેબે નબીયે પાકના જીવનથી મળતા માર્ગદર્શન તથા ઈદે મિલાદુન્નબીના પવિત્ર સંદેશ વિષે સમજણ આપી. હાજી ઉમર સાહેબે ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દ માટે અપીલ કરી.

મૌલાના ઇસ્માઇલ સાહેબ દ્વારા નાતે પાકની તીલાવત રજૂ થતાં કાર્યક્રમમાં ભાવનાત્મક માહોલ છવાયો.

આ જશ્ને મિલાદે રસૂલ કાર્યક્રમમાં ગામના અગ્રણી વ્યક્તિઓ, યુવા પેઢી, સામાજિક કાર્યકરો તથા રાજકીય-બિનરાજકીય અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અંતે આભાર પ્રદર્શન સાથે કાર્યક્રમનો સમાપન થયો.


રિપોર્ટ બાય આદમ નોતિયાર
Mo 9979330250

142
3576 views