સુરત માસ્મા – સેલિબ્રેશન હોમ્સમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના
સુરત : માસ્મા વિસ્તારમાં સેલિબ્રેશન હોમ્સ, ઘર નં. 262 ખાતે આ વર્ષે ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી.
આ સ્થાપનામાં જોશી પરિવાર તથા Astro CivilVastuના જ્યોતિષ અને વાસ્તુ આચાર્ય શિવમ જોશી (M.Tech Civil, ગોલ્ડ મેડાલિસ્ટ)નું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
પર્યાવરણ જળવાઈ રહે તે હેતુસર ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હોવાનું પરિવારજનો જણાવ્યું હતું. સાથે સાથે ભક્તિભર્યા માહોલમાં પૂજા-અર્ચના અને સુંદર સજાવટથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું.
🙏 ગણપતિ બાપ્પા મોરિયા 🙏