logo

ઉમતા કન્યા પ્રાથમિક શાળા ખાતે તા. 4-9-2025, ગુરુવારના રોજ શિક્ષક દિનની ઉજવણી ધામધૂમપૂર્વક અને ઉત્સાહભેર યોજાઈ હતી.

ઉમતા કન્યા પ્રાથમિક શાળા ખાતે તા. 4-9-2025, ગુરુવારના રોજ શિક્ષક દિનની ઉજવણી ધામધૂમપૂર્વક અને ઉત્સાહભેર યોજાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતાં સુંદર ગીતો, કવિતાઓ અને ભાષણો રજૂ કર્યા. શિક્ષક દિનના પ્રસંગે મહાત્મા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો.

આ ઉજવણીને વધાવવા માટે શાળાના ઉદ્યોગપતિ શ્રી વી. વી. પટેલ સાહેબ શુભેચ્છા મુલાકાતે પધાર્યા. તેમણે શાળાના કાર્ય અંગે પ્રશંસા વ્યક્ત કરી, વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને અભ્યાસના મહત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. શિક્ષકોને તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવા માટે પ્રોત્સાહન આપ્યું.

વિદ્યાર્થીઓએ શિક્ષકોને કાર્ડ, ફૂલ તથા શુભેચ્છા પાઠવી. શાળાના મુખ્યશિક્ષકશ્રીએ શિક્ષક દિનના પ્રસંગનું મહત્વ સમજાવ્યું અને શિક્ષકવૃંદ તથા વિદ્યાર્થીઓનો આભાર માન્યો.

આ રીતે સમગ્ર કાર્યક્રમ આનંદમય, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.

110
5821 views