Santalpur : લીમગામડાના ખેડૂતનો આક્ષેપ : લાંચ ન આપતાં ડીપી બીજા ને ફાળવી
સાંતલપુર તાલુકાના લીમગામડા ગામના ખેડૂતે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે જરૂરી રકમ જમા કરાવ્યા છતાં તેને ડીપી ફાળવવામાં આવી નથી. ખેડૂતનો આક્ષેપ છે કે લાંચ ન આપવાના કારણે તેની ડીપી બીજા વ્યક્તિને ફાળવી દેવાઈ છે.ખેડૂતોએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે લાંચ આપનારને પ્રાથમિકતા આપવામાં આવે છે જ્યારે સાચા અધિકાર ધરાવતા ખેડૂતોને અવગણવામાં આવે છે. વીજળી અને પાણી ન મળતાં પાક બરબાદ થઈ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.ગામલોકોએ પણ વીજ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોની માંગ છે કે વારાહી GEB ના જવાબદાર અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સમયસર ડીપી ફાળવીને ખેડૂતોને ન્યાય અપાવવામાં આવે.લીમગામડા અને આસપાસના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓએ ચેતવણી આપી છે કે હવે ભ્રષ્ટાચાર વધુ સહન નહીં કરવામાં આવે.