logo

ગરીબી, સંઘર્ષ અને મુશ્કેલીઓ છતાં પણ તેમનો જુસ્સો અડગ રહ્યો. મળો ભારતના સૌથી નાની વયના IPS ઓફિસર સફિન હસનને. ગુજરાતના

ગરીબી, સંઘર્ષ અને મુશ્કેલીઓ છતાં પણ તેમનો જુસ્સો અડગ રહ્યો. મળો ભારતના સૌથી નાની વયના IPS ઓફિસર સફિન હસનને.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં જન્મેલા સફિનના માતા-પિતાએ નોકરી ગુમાવ્યા બાદ, સખત મહેનત કરવાનું શરૂ કર્યું. પિતાએ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કર્યું અને માતાએ લગ્નમાં રસોઈ બનાવી દીકરાને ભણાવ્યો. ત્યારે જ સફીને આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન જોયું. તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા તેથી શાળાએ તેમની 11 અને 12 ધોરણની ફી માફ કરી અને સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બી.ટેકની ડિગ્રી મેળવી. તેમના સંબંધીઓએ તેમના એન્જિનિયરિંગ કોલેજનો ખર્ચ ઉઠાવ્યો, જેણે તેમને તેમના ધ્યેય તરફ આગળ વધવામાં મદદ કરી.

સફીનનો સંઘર્ષ ત્યાં જ પૂરો નહોતો થયો. UPSCની પરીક્ષા આપવા જતી વખતે એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં, તેમણે હોસ્પિટલમાંથી સીધા પરીક્ષા કેન્દ્ર પર જઈને પરીક્ષા આપી, જે તેમની અદભૂત હિંમત અને દ્રઢતાનો પુરાવો છે. તેમની આ સખત મહેનતનું પરિણામ એ આવ્યું કે તેમણે 2017ની UPSC પરીક્ષામાં 570મો રેન્ક મેળવ્યો અને માત્ર 22 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવા IPS અધિકારી બન્યા.

સફીન હસનનું જીવન એ વાતનો ઉત્તમ દાખલો છે કે જો સપના મોટા હોય અને તેને સાચા કરવાનો જુસ્સો અડગ હોય, તો કોઈ પણ અવરોધ તેને રોકી શકતો નથી. તેમની સફર માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ દેશભરના લાખો યુવાનો માટે એક પ્રેરણા છે. તેમની કહાની સાબિત કરે છે કે ગરીબી, ઇજા કે અન્ય કોઈ પણ મુશ્કેલી, સખત મહેનત અને દ્રઢતા સામે ટકી શકતી નથી.

#Safinhasan #YoungestIPS #IPS #Gujarat #Banaskatha #motivational #UPSC #Hardwork

82
1703 views