Varahi : વારાહીમાં જલજિલની અગિયારસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા
પાટણ જિલ્લાના વારાહી ગામમાં આજરોજ શ્રી જલજીલણી અગિયારસ નિમિત્તે વારાહી માં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં બહાર રહેતા વારાહી ગામના અનેક મહેમાનો હાજર રહ્યા હતા અને આ શોભાયાત્રા નું ગૌરવ વધાર્યું હતું આ શોભાયાત્રા ના દાતાશ્રી વિપુલભાઈ અખાણી પણ હાજર રહ્યા હતા અને શોભાયાત્રામાં શરબત સમોસા જેવા પ્રસાદ આપવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા જેમાં સ્વયંસેવક જનકભાઈ દરજી પ્રકાશભાઈ સોની શશીકાંતભાઈ ઠક્કર જશવંતભાઈ ઠક્કર હિંમતલાલ ઠક્કર બાલુભાઈ ઠક્કર તથા દરેક જ્ઞાતિના દરેક હિન્દુ ભાઈ બહેન આ શોભાયાત્રામાં હર્ષ અને ઉલ્લાસમાં જોડાયા હતા શોભાયાત્રામાં બહારથી આવનાર મહેમાન માટે જમવાની રહેવાની સુવિધા પણ કરવામાં આવી હતી આ શોભાયાત્રા ના દાતાશ્રી વિપુલભાઈ અખાણી ને વારાહી જનતાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ શોભાયાત્રામાં લોકોએ ખૂબ તન મનને ધનથી ઉજવીને આ શોભા યાત્રાને સફળ બનાવી હતી