
Patan : સાંતલપુર પોલીસ સ્ટેશન ના પ્રોહીના ગુન્હામાં પાટણ જીલ્લાના ગેઝેટેડ લીસ્ટ પૈકીના છેલ્લા ૦૧ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ-ફર્લો સ્કવોડ-પાટણ
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ
ભુજતથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, I/C.પોલીસ અધિક્ષક પાટણનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુ.મ.પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લાના પેરોલ, ફર્લો,વચગાળાના તથા જેલ ફરારી તેમજ પ્રોહીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓ/કેદીઓ પકડવા સારૂ ટેક્નિકલ એનાલીસીસ તેમજ હયુમન સોર્સીસ આધારે ફિલ્ડમાં કાર્યરત હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સાંતલપુર પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૨૧૭૦૩૨૨૪૦૪૧૫/૨૦૨૪ પ્રોહી કલમ.૬પ(એ) (ઈ),૧૧૬(બી),૮૧,૮૩,૯૮(૨) વિ.મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપી નરેશભારથી શંભુભારથી ગૌસ્વામી રહે.સાતરવાડા (પાંથાવાડા) તા.દાંતીવાડા જી.બનાસકાંઠાવાળો નાસતો-ફરતો હોઈ જે આજરોજ ડીસા રાજ મંદીર જેડી કાર વોશ ખાતે હાજરી હોવાનું પ્રસ્થાપિત થતાં ચોક્કસ આધાર ભુત બાતમી મળતા સદર હકીકતવાળી જગ્યાએ જઈ વોચમાં ગોઠવાઈ તપાસ કરતાં સદરી નાસતા-ફરતા આરોપી મળી આવતા સદર આરોપીને પકડી પાડી ભારતીય નાગરીક ન્યાય સહીંતાની કલમ.૩૫(૧)(જે) મુજબ રાધનપુર મુકામે અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ રાધનપુર પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ છે.
આરોપીનુ નામ સરનામુઃ-
(૧) નરેશભારથી શંભુભારથી ગૌસ્વામી રહે.સાતરવાડા (પાંથાવાડા) તા.દાંતીવાડા જી.બનાસકાંઠા
ગુન્હાની વિગતઃ-
(૧) સાંતલપુર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૧૭૦૩૨૨૪૦૪૧૫/૨૦૨૪ પ્રોહી કલમ.૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩,૯૮(૨) વિ.