logo

*સલાયા ના ખારાનાકા વારા વાછરાડાડા ની જાતર યોજાઈ*

*સલાયા ના ખારાનાકા વારા વાછરાડાડા ની જાતર યોજાઈ*

જામ સલાયા તા. 1.9.2025 ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા ખારાનાકા વારા વાછરાડાડાની જાતરનું આયોજન ભાદરવા મહિનાના સોમવારે કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી ભારે સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અહીં વાછરાદાદાના દર્શન કરી, નૈવેધ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાચીન રિવાજ મુજબ ઢોલ - શરણાઈ સાથે દાદાની જાતર ઉજવાઈ હતી. આ ધાર્મિક પ્રસંગે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવાએ પણ પૂજન અર્ચન કરીને પૂજારી શ્રી જુગા મારાજ તથા ભુવા આતા શ્રી
અનિલભાઈ અશ્વાર (ભીખા મારાજ)ના આશીર્વાદ લીધા હતા.

8
937 views