logo

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર, દાહોદ દ્વારા આયોજિત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા વિવિધ સ્પર્ધાઓ ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં રસ્સા ખેંચ, ૧૦૦ મીટર દોડ, ફૂટબોલ, લીંબુ ચમચી, કોથળાદોડ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધા નિમિતે પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સહિત નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભંડારી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશ ડાભી, શાળાના બાળકો, પોલીસ જવાનો-ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
૦૦૦

1
57 views