
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
પાવરગ્રીડ લાઇન મુદ્દે ઓલપાડના
મોરથાણમાં ખેડૂતોની બેઠક યોજાઇ
- સુરત જ
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
પાવરગ્રીડ લાઇન મુદ્દે ઓલપાડના
મોરથાણમાં ખેડૂતોની બેઠક યોજાઇ
- સુરત જીલ્લાની તમામ સહકારી મંડળીઓને સમર્થન આપવા માટેનો વિનંતી કરતો પત્ર આપવામાં આવશે
સુરત.તા.૨૯,
પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાવરગ્રીડ છેતરપિંડી સામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના જે ગામડાઓમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થનાર છે તે અંગે અસરગ્રસ્ત ખેડૂતોની એક અગત્યની બેઠક ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂત અગ્રણીઓ દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યા હતા. આગામી તા.31મીએ કામરેજના ઘલા ખાતે બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આજથી જ ખેડૂત સમાજ ગુજરાત સુરત જીલ્લાની તમામ સહકારી મંડળીઓને સમર્થન આપવા માટેનો વિનંતી કરતો પત્ર આપવામાં આવશે. જેમાં નાની-મોટી તમામ મંડળીઓના હોદ્દેદારોનું સમર્થન માંગવામાં આવશે.
આજની મોરથાણ ખાતેની બેઠકમાં ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મોટી સંખ્યામાં સહકારી, શૈક્ષણિક, સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. સૌ આગેવાનોએ પાવરગ્રીડ અને સરકારની ખેડૂત વિરોધી નીતિને વખોડી કાઢી હતી. બેઠકના પ્રારંભમાં અગ્રણી જયેન્દ્ર દેસાઈ અને ગામના ડેપ્યુટી સરપંચ કૌશિક દેસાઈએ પાવરગ્રીડ લાઇન મુદ્દે પ્રાથમિક છણાવટ કરી ખેડૂતોને વધુમાં વધુ જોડાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે(પાલ) પાવરગ્રીડ લાઈન મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સરકાર ખેડૂત વિરોધી છે. અદાણી-અંબાણી ને ફાયદો કરાવનારી આ સરકાર આ વખતે પાવરગ્રીડ લાઈન ને ફાયદો કરાવવા વ્યવસ્થિત ષડયંત્ર કરી રહી છે. જેની સામે લડી લેવા ખેડૂતોને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં સર, એક્સપ્રેસ હાઇવે જેવા અનેક આંદોલનો કરીને સરકાર ને ઝુકાવી છે. આ વખતે પણ જો ખેડૂતો સંગઠિત થશે તો કોઈ પણ સંજોગોમાં ખેડૂત સમાજ પાવરગ્રીડ લાઇનનું ઓલપાડ ખાતે સબસ્ટેશન સ્થાપવા નહીં દે અને ખેડૂતોના ખેતરોમાંથી લાઇન પસાર નહીં થવા દેશે.
આ મિટિંગમાં ખેડૂત આગેવાન દર્શન નાયકે પણ ખેડૂતોને સંગઠિત થવાની અપીલ કરી હતી. તેમણે આવનાર દિવસમાં ખેડૂતો માટે કરવામાં આવનાર આંદોલનમાં ખેડૂતોને પક્ષાપક્ષી થી દૂર રહી આપણે સૌ ખેડૂત છે, આવનાર પેઢી માટે લડવાનું છે, એવું વિચારી લડતમાં જોડાવવા હાંકલ કરી હતી. આ પ્રસંગે ઓલપાડ તાલુકાના પૂર્વ પટ્ટીના સહકારી આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.