
Patan વાદીપુરા નર્સરી, વિસ્તરણ રેન્જ હારીજ ખાતે કિસાન શિબિર યોજાઈ. Patan News
નવી ખેત પદ્ધતિ, ડ્રિપ અને સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ, જૈવિક ખાતર તથા જંતુનાશકના વિકલ્પો, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું
ખેડૂત દેશની અર્થ વ્યવસ્થાનું હૃદય છે. ખેડૂતોને નવીન ખેતી પદ્ધતિઓ, વૈજ્ઞાનિક તકનીક અને સરકારની યોજનાઓ વિષે માહિતગાર કરવા દર વર્ષે વિવિધ વિસ્તારોમાં કિસાન શિબિર યોજવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ વાદીપુરા નર્સરી, વિસ્તરણ રેન્જ હારીજ ખાતે કિસાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
શિબિરમાં ખેડૂતોને નવી ટેક્નોલોજી આધારિત ખેતી પદ્ધતિઓ, પાણી બચત માટેની ડ્રિપ અને સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ, જૈવિક ખાતર તથા જંતુનાશકના વિકલ્પો, વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ, નર્સરી વિકાસ અને જંગલ સંરક્ષણ વિષે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના ફાયદા અને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે માહિતી આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ શિબિરમાં સમોડા કૃષિ વિજ્ઞાન કોલેજ ના પ્રોફેસરશ્રી, પશુ પાલન અધિકારીશ્રી સમોડા કોલેજ, બાગાયત વિભાગનાઅધિકારી શ્રી, ખેતીવાડી અધિકારી શ્રી, આરોગ્ય વિભાગ, રિલાયન્સ ફાઉન્ડેશન, આર.એફ.ઓ શ્રી સમી નોર્મલ રેન્જ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.