logo

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલા મોરડ ગામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર VCE ની ગેરકાયદેસર નિમણૂકનો મામલો

મોરડ ગામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર VCE ની ગેરકાયદેસર નિમણૂકનો મામલો

મોરડ (તા. વડાલી, જી. સાબરકાંઠા):
મોરડ ગામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર VCE ની નિમણૂક પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ગામજનો દ્વારા મળેલી માહિતી મુજબ પંચાયત તરફથી કોઈ જાહેર જાહેરાત કે સૂચના પાડ્યા વિના સીધી જ નિમણૂક કરવામાં આવી છે.

સરકારી નિયમો અનુસાર કોઈપણ સરકારી અથવા અર્ધસરકારી જગ્યાની ભરતી માટે જાહેર જાહેરાત ફરજિયાત હોય છે જેથી તમામ ઉમેદવારોને સમાન તક મળે. પરંતુ અહીં મોરડ ગામ પંચાયત દ્વારા એ નિયમોને અવગણીને નિમણૂક કરાતા પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો છે.

સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી કમમંત્રી, વહીવટી સાહેબ અને પટાવાળાની મળતાવળથી આ ગેરકાયદેસર નિમણૂક કરવામાં આવી છે. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે અસંતોષ છે અને તેઓએ ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.

ગ્રામજનોની માંગ છે કે આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને કાયદેસર રીતે જાહેર જાહેરાત કરીને લાયક ઉમેદવારોમાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવે.

હાલમાં આ મુદ્દે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારીઓએ તપાસ હાથ ધરવાની જરૂરિયાત જણાઈ રહી છે.

80
8563 views