
Godhra:''નમો કે નામ રક્તદાન'' મહા કૅમ્પની તૈયારી અંગે બેઠક
જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તા.17 સપ્ટેમ્બરે હોઈ તે નિમિત્તે તા.16 સપ્ટેમ્બરે નમો કે નામ રક્તદાન મહા કેમ્પ યોજાવાનો છે. આ હેતુસર જિલ્લાના વિવિધ સંઘો તેમજ આરોગ્ય શાખાની સંયુક્ત બેઠક ગોધરા શહેરના BRGF ભવન હૉલ ખાતે યોજાઈ હતી.આયોજન માટે સંયુક્ત મોરચાના મુખ્ય કન્વીનર તરીકે પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ તથા સંયુક્ત મોરચાના મહામંત્રી અને આરોગ્ય શાખાના કન્વીનર તરીકે હિરેનભાઈ પટેલની નિમણૂક કરાઈ છે.ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાએ રાજ્યભરમાંથી એક લાખ બ્લડ બોટલ એકત્રિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. જેમાં પંચમહાલ જિલ્લામાં 5000 બ્લડ બોટલ એકત્રિત કરવાનો લક્ષ્ય નક્કી કરાયો છે.
આ લક્ષ્ય હાંસલ કરવા જિલ્લા રેડક્રોસ સોસાયટી સાથે સમન્વય શરૂ કરવામાં આવ્યો છે. બેઠકમાં SDM, Dy.DDO, DEO, DPEO તેમજ રેડક્રોસ ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આયોજનને સુવ્યવસ્થિત બનાવવા તાલુકા સ્તરે કન્વીનરોની નિમણૂક કરી માઇક્રો પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત, રજીસ્ટ્રેશનમાં 10 થી 20 ટકાનો વધારો લાવવા પ્રયાસો હાથ ધરાયા છે.