
Godhra:ગણેશ વિસર્જનની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
આગામી ગણેશ યાત્રા અને વિસર્જન શહેરમાં કોમી એખાલસ,એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય તે માટે પંચમહાલ પોલીસ ધ્વારા વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક મિટિંગના દોર શરૂ થયા. ગણેશ વિસર્જન યાત્રા ને લઈ પંચમહાલ પોલીસ ધ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે.પોલીસ વિભાગ ધ્વારા બંદોબસ્ત જાહેર કરાયો છે.ગોધરામાં ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના વડપણ હેઠળ સોમવારે પરંપરાગત વિસર્જન યાત્રા રૂટ ઉપરથી પસાર કરાશે.રામસાગર તળાવ ખાતે ગણેશ પ્રતિમાઓનું ઉતરાણ માટે ખાસ સ્લોટ તૈયાર કરાયા છે. આ ઉપરાંત વિસર્જન માટે હેવી ક્રેન, હેવી લાઈટિંગ, તરાપા અને તરવૈયાઓની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. જેથી વિસર્જન માં કોઈને કોઈ પ્રકારની તકલીફ કે હાલાકી ના પડે.વિસર્જન યાત્રામાં 3 જિલ્લાના SP, 12 DYSP, 52 PI, 90 PSI, 1615 હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ, 205 SRP જવાનો, 483 જેટલા હોમગાર્ડ, દરેક વિસ્તારમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા, ઘોડેસવાર, પોલીસની ગુપ્ત ખુફ્યિા ટીમ, દરેક ધાબા પોઇન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.