logo

પોશીના તાલુકા ની આંગણવાડીયો માં ક્યારે થશે તપાસ ..?

પોશીના તાલુકાના માલવાસ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી/પોશીના એશોસીયનના પ્રમુખ
શ્રી સોલંકી સુગનાબેન બંસીભાઇ ની ખુબ જ વંદનનીય કામગીરી

આજ રીજ તારીખ ૨૮/૦૮/૨૦૨૫ ના રોજ માલવાસ ગામની આગણવાડી કેન્દ્ર નંબર ૧ માં આંગણવાડી કેન્દ્ર -૧ માં આંગણવાડી કાર્યકર્તા મકાન ના હોવાથી પોતાના ઘરે બાળકો ને ભણાવતા હતા. તે છેલ્લા ૨૦૧૮ થી પોતાના મકાન માં આંગણવાડી ચાલાવતા હતા.
આ વાત માલવાસ ગૃપ પંચાયતના સરપંચશ્રી અને પોશીના સરપંચ એશોસીયન ના પ્રમુખશ્રી સોલંકી સુગનાબેન બંસીભાઈ ને મળતા તેમણે આંગણવાડી કાર્યકર્તા તથા નાના બાળકો ને મુશ્કેલી ના પડે તે માટે તાત્કાલિક માલવાસ પ્રાથમિક શાળા માંથી એક ઓરડાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ.
ઓરડાની વ્યવસ્થા કર્યા બાદ આંગણવાડી કાર્યકર્તા પાસે બાળકો માટે રાંધવાનો ગેસ સગડી પણ ન હતી અને વાસણો પણ ન હતા તેથી સરપંચશ્રી,એ તાત્કાલિક લાંબડીયા બજાર માંથી સુપરવાઈઝર સુમિત્રાબેન,તથા રમેશભાઈ ક્લાર્ક અને આંગણવાડી કાર્યકર્તા મણીબેન આ બંને ને સાથે રાખી સરપંચ શ્રી,સુગનાબેન બંસીભાઇ સોલંકી એ પોતાના પૈસા થી ૫૦૦૦ રૂપિયા ના વાસણ લઇ આપવામાં આવેલ અને સ્કુલના ખાલી પડી રહેલ ઓરડામાં આગણવાડી લાવી તાત્કાલિક ચાલુ કરવામાં આવેલ.
આંગણવાડી ને આ મદદ કરવાથી ગામના લોકો અને કાર્યકર્તાઓ અને આગણવાડી સોલંકી મણીબેન જગદીશભાઈ એ ખુબ ઉત્સાહમાં આવી રડી પડ્યા હતા.અને બોલ્યા હતા કે ભગવાન તમારું સારું કરશે. ત્યારે સરપંચશ્રી,સુગનાબેન બંસીભાઇ એ જણાવેલ કે બાળકો આપણા દેશ નું ભવિષ્ય છે. તો તેમનો પાયો પાકો કરવાનો છે.હજુ પણ કશું જોઈએ તો કહેજો તેવું બોલ્યા હતા
અને ત્યારબાદ આંગણવાડી કાર્યકર્તા મણીબેને જણાવ્યું કે અગાઉ ના તેડા ઘર બેને ગેસના બે બોટલો અને આંગણવાડી ના વાસણો આજ દિન સુધી મને આપવામાં આવ્યા નથી. અત્યાર સુધી ગેસ ની બોટલો કોણ વાપરે છે. અને બાળકો ના વાસણો કોણ વાપરે છે.તે સી.ડી.પી .ઓ. દ્વ્રારા તપાસ કરવાની ખાતરી આપે છે. અને સરપંચશ્રી /એસોશીયન ના પ્રમુખશ્રી, સોલંકી સુગનાબેન બંસીભાઇ એ આંગણવાડી કેન્દ્ર ૧ ની બે ગેસ ની બોટલો અને આંગણવાડી ના વાસણો ૨૦૧૮ થી અત્યાર સુધી કોની પાસે છે અને કોણ વાપરે છે તેમની તપાસ માટે લેખિત માં તપાસ કરવાનું કહેવામાં આવેલ છે.

રિપોર્ટ દિનેશ ગમાર , સાબરકાંઠા

815
85323 views