logo

અમદાવાદમાં 25 ઓગસ્ટે PM ના કાર્યક્રમનો બંદોબસ્તમાંથી પરત આવતા અમદાવાદમાં દસ્તાન સકૅલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીએ જીવ ગુમાવ્યો

અમદાવાદમાં 25 ઓગસ્ટે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો બંદોબસ્ત પતાવી પરત ફરતા એક મહિલા કૉન્સ્ટેબલ અને એક 108 મહિલા કર્મચારીનું અકસ્માતમાં મો**ત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.વિરલ રબારી કે જેઓ ગાંધીનગર સાયબર સેલમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા જ્યારે હિરલ રાજગોર જેઓ 108 ઇમર્જન્સી કોલ સેન્ટરમાં કામ કરતા હતા.

એક્ટિવા લઈને જતી વખતે ડમ્પરચાલકે ટક્કર મારતાં મહિલા પોલીસકર્મી અને 108 મહિલા કર્મચારીને કચડી નાખ્યા હતા. અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ મહિલા પોલીસ કર્મી અને 108 મહિલા કર્મીના મો**ત થયા હતા.
(રિપોર્ટર ચંદ્રિકા ઠાકોર)

19
3265 views