logo

વલ્લભીપુર તાલુકામાં રેલવે ની સુવિધા ની જનતા ની માંગ


ભીમનાથ થી ભાવનગર વચ્ચે બરવાળા અને વલ્લભીપુર તાલુકો પણ આવે છે. આ તાલુકાના મોટાભાગના ગામ ભાલ વિસ્તારના છે. આ ભાલ વિસ્તાર ખેતિ અને આર્થીક દ્રષ્ટીએ ઘણો પછાત છે. આથી લોકોને ધંધાર્થે બહાર જવુ પડે છે. રેલ્વેની સુવિધા ન હોઈ ઘણી મુશ્કેલી પડતી હોય છે. ભીમનાથ થી વલ્લભીપુર થઈ ભાવનગર સુધી બાય રોડ આશરે ૮૦ કિમી જેટલુ અંતર થાય છે. ભીમાનથ થી ભાવનગર નાં રેલ્વે જોડાણ માં બે વિકલ્પો છે, ભીમનાથ થી વલ્લભીપુર થઈ શિહોર સુધી તેમજ ભીમનાથ થી વલ્લભીપુર થઈ સીધુ જ ભાવનગર નું જોડાણ શક્ય બની શકે તેમ છે.
ઉપરોક્ત વિકલ્પ અનુસાર રેલ્વે લાઈન શરૂ કરવામાં આવે તો બરવાળા, વલ્લભીપુર, ઉમરાળા અને શિહોર તાલુકાનાં અનેક ગામડાઓને સુવિધા મળે તેમ છે. તેમજ અમદાવાદ થી ભાવનગર સુધી અત્યારે જે ટ્રેન દોડે છે તેનું અંતર ઘણુ લાંબુ છે. આથી ભીમનાથ થી વલ્લભીપુર થઈ ભાવનગર સુધી રેલ્વે લાઈન નાખવામાં આવે તો અમદાવાદ થી ભાવનગર વચ્ચેનું અંતર પણ ઘણુ ઘટે તેમ છે. આ બાબતની અમારી વર્ષો જૂની માંગને ધ્યાને લઇ આ કામને અગ્રતા આપી આ વિસ્તારનો સર્વે કરાવ તેમજ ધોલેરા વાળી લાઇન વલ્લભીપુર તાલુકાના ગામડાં ઓ માંથી સર્વે ની કામગીરી કરવામાં માં આવે તો વલભીપુર તાલુકાને મોટો ફાયદો થાય અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વલ્લભી વિધાપીઠ જેનું પુરાતન વિભાગ દ્વારા માટીમાંથી ખોદકામ કરાયું રહ્યું છે તો ભવિષ્યમાં મોટામાં મોટો તાલુકા નું લાભ થશે તેમ જ ૈન ધર્મ સ્થાન જે વલભીપુર નો ઐતિહાસિક છે રોજના ઘણા બધા લોકો વલભીપુર જૈન દેરાસર અને અયોધ્યાપુરમ વિહાર કરે છે તો આ અંગે પણ તાલુકાના મોટો લાભ પ્રાપ્ત થશે અને લોકોને સારામાં સારી સુવિધા મળી રહેશે તે માટે સાહેબ આપ યોગ્ય સર્વે કરી ભીમનાથ વાળી લાઈન અથવા તો ભાવનગર ધોલેરા જે કામ સર્વે થાય છે તે વલભીપુર તાલુકાને પ્રસાર થાય તો વલભીપુર તાલુકાની જનતાને બહુ જ મોટો ફાયદો થશે વલભીપુરના લોકોને માંગ આં અંગે રજૂઆત ભાવેશભાઈ ગાબાણી તેમજ મહેશભાઈ દાવરા કરવામાં આવી છે

410
14860 views