અનોખી દિવ્યાંગ નવરાત્રી સુરતમાં 06.10.2025
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટના દિવ્યાંગ આયોજકો 2014 થી દિવ્યાંગો માટે સ્પેશિયલ એક દિવસની નવરાત્રીનું આયોજન કરે છે જેમાં દર વર્ષે સંખ્યામાં વધારો થતો હોય છે સંસ્થાના સેક્રેટરી ભાવેશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ આયોજનમાં આ વર્ષે 1200 થી 1500 દિવ્યાંગો અને તેમની સાથે તેમના એસ્કોટો આવશે જેમાં સુરત ગુજરાત અને ગુજરાત બહારથી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ દિવ્યાંગો આ આયોજનમાં માતાની ભક્તિ આરાધના અને મનોરંજન માટે આવતા હોય છે