logo

માતાનામઢ જાગીર ટ્રસ્ટ હોસ્પિટલ માં મેગા મેડિકલ કેમ્પ

🩺 મેગા મેડિકલ કેમ્પ – માતાનામઢ જાગીર ટ્રસ્ટ હોસ્પિટલ 🩺

માતાનામઢ જાગીર ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે આજે (23/08/2025) મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. સવારે શરૂ થયેલા કેમ્પમાં અત્યાર સુધીમાં 100 થી વધુ દર્દીઓએ OPD માં સારવાર લીધી છે અને હજુ પણ દર્દીઓની આવક ચાલુ જ છે.

આ કેમ્પમાં સત્રી રોગ, નેત્ર રોગ અને હૃદય તકલીફ જેવા વિશેષ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું.
માતાનામઢ જાગીર ટ્રસ્ટ હેલ્થ સેવા સમિતિ તથા ટ્રસ્ટી શ્રી બાપુ ખેગારજી સહિતના સેવાભાવી કાર્યકરો સેવા કાર્યમાં જોડાયા હતા.

દર્દીઓએ આપવામાં આવેલી સારી ગુણવત્તાની દવાઓની પ્રશંસા કરી હતી.
હેલ્થ સેવા સમિતિ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો કે આવાં કેમ્પો અવારનવાર યોજાય અને આ સેવા સંદેશ વધુમાં વધુ ગરીબ પરિવારો સુધી પહોંચે તે માટે અપીલ કરવામાં આવી હતી.

✍️ રિપોર્ટ: આદમ નોતિયાર
લખપત તાલુકા
Mo 9979330250

58
2868 views