
થરાદ તાલુકા ના નારોલી ગામે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પર એક દિવસીય કાર્યકર્મ યોજાયો
પુન:પ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઈજનેરી મહાવિદ્યાલય, સરદારકૃષિનગર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ. દાં. કૃષિ યુનિવર્સિટી થરાદના સંયુક્ત ઉપક્રમે થરાદ તાલુકાના નારોલી ગામે ખેડૂતોમાં પુન પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પર જાગૃતતામાં વધારો થાય તે હેતુસર એક દિવસીય ઉર્જા સંરક્ષણ જાગૃતિ કાર્યશાળા યોજવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નારોલી ગામના ૧૦૦ થી વધુ ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉ. વી. એમ. મોદી, (ડીન, પુન:પ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઈજનેરી મહાવિદ્યાલય) દ્વારા ખેડૂતોને ખેતીમાં સોલાર ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવા આહવાન કર્યું હતું. તેમણે ખેડૂતોને યુનિવર્સિટી દ્વારા બનાવેલ સોલાર ઉર્જા સંચાલિત ઓટોમેટીક જીવામૃત પ્લાન્ટ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.ડૉ. મોદીએ તેમના વ્યક્તવ્યમાં ખેડૂતોને પોતાના ઘરે બાયોગેસ પ્લાન્ટ લગાવવા માટે જણાવ્યું હતું તેમજ તેની સ્લરીનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માં બહુ ઉપયોગી હોય છે એની પણ માહિતી આપવામાં આવી હતી ત્યાર બાદ ડૉ. વી. કે. પટેલ, (વૈજ્ઞાનિક, કેવીકે) દ્વારા ખેડૂતોને કેવીકે દ્વારા કરવામાં આવતી ખેડૂતલક્ષી પ્રવૃતિઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને ડૉ. દેશપાંડે (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા ખેડૂતોને જણાવેલ કે ખેતી પાકોની ઉપજનું સીધું વેચાણ કરવાને બદલે મૂલ્યવર્ધન અથવા પાવડર બનાવી વેચાણ કરવાથી વધુ નફો મેળવી શકાય છે. તેમણે યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલ હળદર, સરગવો, આમચૂર વગેરે પાવડર વિષે પણ માહિતગાર કર્યા હતા. અને ત્યાર બાદ પ્રો. એન. એન. દેસાઈ (મદદનીશ પ્રાધ્યાપક) એ કોલેજ દ્વારા ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિષે જણાવ્યું હતું તેમજ રીન્યએબલ એનર્જી ના ફિલ્ડમાં રહેલી ઉજળી તકો વિષે પણ માહિતી આપી હતી. અને છેલ્લે ખેડૂતોના વિષયને લગતા મુંઝવતા પ્રશ્નોનું નિષ્ણાતો દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું