logo

જંબુસરરાષ્ટ્રિય અન્ન નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશનકાર્ડ ધારકોના હક્કોને સુરક્ષિત રાખવા જંબુસર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવા મા આવ્યું

જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા,શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશનકાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટેઆજ રોજ જંબુસર મામલતદાર એન એસ વસાવાને કૉંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે
NFSA યોજના હેઠળ રાશનકાર્ડ ધારકોને જંબુસર તાલુકાના વહીવટી તંત્ર તરફથી રેશનકાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા, જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.અને રેશનકાર્ડ ધારકનો જવાબ માંગવામાં આવ્યો હતો.ત્યારે કૉંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે. તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે. અને જણાવ્યું હતું કે રાષ્ટ્રિય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસીડી વાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત શરત છે. તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીની આધારે રાશનકાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ.આ બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણાએ જણાવ્યુ હતુ. કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપવામા આવી છે. આવેદનપત્ર આપવા શહેર પ્રમુખ ઈરફાનભાઇ પટેલ, માઇનોરીટી પ્રમુખ ઈબ્રાહીમ નુરા, વિરોધ પક્ષનેતા તાલુકા પંચાયત પ્રવીણભાઈ પઢીયાર, નગરપાલિકા નેતા શાકીરભાઇ મલેક, હાથ સે હાથ જોડો તાલુકા પ્રમુખ મુસ્તાકભાઈ કારભારી, અગ્રણી કાદરભાઈ મિર્ઝા, નરેશ જાંબુ, સહિત હાજર રહ્યા હતા.

11
382 views