પ્રાંતિજ ના મોયદ ની મહિલા ની લાશ ઝાડ પર લટકતી મળી આવી
પ્રાંતિજ ના મોયદ ની મહિલા ત્રણ દિવસ પહેલા ગુમ થઈ હતી. પ્રાંતિજ ના મોયદવાસ નાથાજી ગામની મહિલા ત્રણ દિવસ પહેલા ગુમ થઈ હતી જેથી પરિવારજનો એ શોધખોળ કરી હતી જ્યારે સોમવારે સવારે મોયદ ગામની સીમમાં થી ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી જે લાશ ગુમ થયેલા રંજનબેન શેતાનજી ચૌહાણ ઉ 45 ની જાણવા મળ્યું હતું. જેની જાણ પરિવાર અને પિયર પક્ષ આરસોડા ને થતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન ને જાણવાજોગ નોંધ કરાઈ હતી પ્રાંતિજ પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.