logo

પાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે રક્ષાબંધનના દિવસે મોજીદ્રા પરિવાર દ્વારા શ્રી હનુમાનજી મહારાજ નો મણીંદો કરવામાં આવ્યો

સૌરાષ્ટ્રની જગવિખ્યાત દેહાણ પરંપરા ની પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા ખાતે તારીખ ૦૯.૦૮.૨૦૨૫ ને શનિવારના રોજ રક્ષાબંધનના દિવસે મોજીદ્રા પરિવાર દ્વારા શ્રી હનુમાનજી મહારાજ નો મણીંદો કરવામાં આવેલ. વર્ષોની પરંપરા મુજબ આ મોજીદ્રા પરિવાર દ્વારા દાદા નો મણીંદો જેમ કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ સમસ્ત મોજીદ્રા પરિવાર દ્વારા હનુમાનજી દાદા નો મણીંદો કરવામાં આવ્યો
જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી મોટા ઉનડબાપુ ના સમયથી આ પરિવાર દ્વારા રક્ષાબંધનના પાવન દિવસે આ મણીંદો કરવાનું શરૂ કરેલ હતું કહેવાય છે કે આ મોજીદરા પરિવારમાં શેરમાટી ની ખોટ એટલે કે એમને સંતાન ના હતું એટલે એમણે મનોમન એવો સંકલ્પ કર્યો કે અમારા ઘરે પારણું બંધાશે એટલા ધર્મસ્થંભો જગ્યાના પરિસરમાં ઊભા કરીશું એવા માં ઠાકર ની કૃપા અને આશીર્વાદથી મોજીદરા પરિવારના ઘરે દીકરાનો જન્મ થયો સમય જતા બીજા અને ત્રીજા એમ ત્રણ દીકરા નો જન્મ થતા ત્રણ ધર્મસ્થંભ જગ્યાના પરિસરમાં ઊભા કર્યા ત્યારબાદ પૂજ્ય શ્રી મોટા ઉનડબાપુ ના આશીર્વાદ અને બાપુના વચનથી ધર્મસ્થંભની જગ્યાએ રક્ષાબંધનના પવિત્ર દિવસે મણીંદો કરવાનો આ પરિવારે શરૂ કર્યું ત્યારબાદ વર્ષે રક્ષાબંધનના દિવસે જગ્યામાં સહ મોજીદરા પરિવાર આવી ઠાકર વિહળાનાથની અપાર શ્રદ્ધા રાખી જગ્યાના અધિકૃત ધર્મના ધજાગરાએ ધજા ચડાવી અને જગ્યાના પરિસરમાં આવેલ સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજને મણીદાનો પ્રસાદ ધરાવી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના અને હનુમાનજી દાદાના દર્શન કર્યા બાદ પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા, પૂજ્ય શ્રી ભયલુબાપુ તથા શ્રી ગાયત્રીબા તથા શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી પૃથ્વીરાજ બાપુના આશીર્વાદ લઈ સહુ ખૂબ જ ઉત્સાહ અને રાજીપા થી આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરે છે

4
3345 views