logo

9/08/2025 વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી આંબામહુડા આશ્રમશાળા ખાતે યોજાયો

સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકા ના આંબામહુડા આશ્રમ શાળા ખાતે પોશીના, ખેડબ્રમાં, દાંતા, આમ ત્રણ ના તાલુકા આદિવાસી ઓ એ આદિવાસી વિશ્વ દિવસ ની ભવ્ય ઉંજવણી કરવામાં આવી. સૌપ્રથમ લેહરિપુરા થી માંડી પોશીના બજાર સરદાર શોક થી સભા ખાંડ સુધી ભવ્ય મોટી સંખ્યા માં આદિવાસી ના નારા સાથે રેલી કાઢવામાં આવી.એ રેલી ડીજે ના તાલે આદિવાસી ના પહેરવેશ ધોતી કુર્તા માં સમાજ ના નિવૃત કર્મચારી કર્મચારીઓ એ રેલી માં જોડાયા હતા. રેલીના રૂપથી સભા સ્થળ સુધી પહોંચ્યા અને ત્યાં મિટિંગ નું રૂપ લઇ સૌ ભાઈ બહેનો એકત્રિત થઇ મિટિંગ ની શરૂઆત કરવામાં આવી હતી તે કાર્યક્રમ માં આદિવાસી સંકૃતિ કાર્યક્રમ ઓ તેમજ આદિવાસી નું મહત્વ આદિવાસી ના હક્કો ઉપર સમાજ ના અગ્રણીયો એ ખુબ ઉડાનપૂર્વક ગહેરી ચર્ચા ઓ કરવામાં આવી હતી. અને અલગ અલગ સંકૃતિક કાર્યક્રમ જેવા કે દાંતા તાલુકા માંથી પણ કર્મક્રમોં માં ભાગ લીધો હતો, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માં ખેડબ્રહ્માં તાલુકો દાંતા તાલુકો, અમીરગઢ, અને પોશીના તાલુકા ના તમામ આદિવાસી સમાજ ના આગેવાનો યુવા ભાઈયો આદિવાસી સમાજના કર્મચારીઓ, પોલીસ કર્મચારી, નિવૃત કર્મચારી, તેમજ ભાઈ અને બહેનો આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના તમામ હોદેદારો હાજર રહ્યા હતા, અને વિશ્વ આદિવાસી સમિતિ દ્રારા તેમજ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્રારા આ ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું, તેમજ આદિવાસી ઉજવણી સમિતિ ના કન્વીનર શ્રી જગદીશભાઈ તરાલ ના દેખરેખ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો..



રિપોર્ટ ____દિનેશ ગમાર ___પોશીના

2
801 views