
ગાથા ગરવી ગુજરાતણોની: ઇતિહાસનાં પાને હાસ્યે ધકેલાઈ ગયેલી સ્ત્રીઓની ગૌરવગાથા
સુરતમાં વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસના ઇતિહાસ વિભાગ દ્વારા 04 ઓગસ્ટ, 2025ના રોજ જાણીતા સંશોધક, ઇતિહાસકાર અને પ્રસ્તુતકર્તા ડૉ. ફાલ્ગુની પુરોહિત દ્વારા 19મી સદીની પ્રેરણાદાયી સમાજસુધારક મહિલાઓને અર્પિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
આ સમગ્ર વ્યાખ્યાન માટે વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટના પ્રેસિડન્ટ તથા વનિતા વિશ્રામ, સુરતના ચેરમેન ક્રિપ્લાની ટી. દેસાઈ અને વાઇસ પ્રેસિડન્ટ તથા વનિતા વિશ્રામ, સુરતના વાઇસ ચેરમેન પ્રવીણ ટી. વોરા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.
આ વ્યાખ્યાનનું આયોજન યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકર, રજિસ્ટ્રાર ડૉ. આર.ડી. પટેલ અને સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ ડીન ડૉ. આદિત્ય ફરસોલેના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ થયું હતું.
આ સમગ્ર વ્યાખ્યાનનું સફળ સંચાલન ઇતિહાસ વિભાગનાં ટીચીંગ આસિસ્ટન્ટ દીપમાલા જળુ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 150 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ વ્યાખ્યાન સંવાદમાં માત્ર ઇતિહાસને યાદ કરવાની વાત નથી, પરંતુ તે ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપે અને ભવિષ્યની પેઢીઓ માટે માર્ગદર્શક બનશે.