ભુજ ના જ્યુબેલી સર્કલ ને ટ્રાફિક અને રીક્ષા છકડા ચાલકો એ લીધું બાન મા.
ભુજ,
ભુજ ના ધમ ધમતા માર્ગ જ્યુબેલી સર્કલ પર અવાર નવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે, આડેધડ થતી પાર્કિંગ, રીક્ષા અને છકડા ચાલકો દ્વારા બેફામ પાર્કિંગ અને રોડ પર ગમે ત્યાં ઉભા રહી જવુ,
મુખ્ય માર્ગ પર ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ આવડી ટ્રાફિક સમસ્યા રહેવા પાછળ નું કારણ ભુજ ની જનતા જાણવા માંગે છે,
બપોર ના સમય મા પોલીસ ની ગેરહાજરી પણ ક્યાંક ખુંચે તેવી છે.
ખાસ કરીને ભુજ બસ સ્ટેન્ડ તરફ થી આવતી એસ ટી બસો ને પણ સ્ટોપ કરવા માટે ની જગ્યા નથી મળતી, લક્ષ્મી બેકરી પાસે રોડ પર વાહનો પાર્ક કરતા લોકો ને કાયદાનું ભાન થાય અને રીક્ષા ચાલકો ને પણ જ્ઞાન મળે તેવું જનતા ઈચ્છી રહી છે.